રોહન સિપ્પી દ્વારા દિગ્દર્શિત ‘સેન્ડવિચ્ડ ફોરએવર’ને નિહાળતા 2020ને વિદાય આપો
અખબારી યાદી રાષ્ટ્રીય, 22 ડિસેમ્બર 2020
હિન્દી ફિલ્મોએ આપણને શીખવ્યુ છે કે ‘આપણે આપણા માતાપિતાને ચાહવા જોઇએ, પરંતુ તે પ્રેમ થોડો વધુ થઇ જાય અને સહન ન થાય તેવો થાય તો શું થાય! ગેઇમ ડેવલપર અને રાષ્ટ્રીય સ્તરની મહિલા ખેલાડી લગ્ન કરે છે અને મુંબઇમાં ‘કાયમ માટેની સુખી’ જીવન શરૂ કરવાનો નિર્ણય કરે છે. પરંતુ જેમ તેઓ તેમની નવી જિંદગી શરૂ કરે છે, કે તેમના ચીડીયા સાસુ-સસરા તેમના નવા પડોશી તરીકે આવે છે અને હાનિકારક પરિસ્થિતિ પેદા થાય છે. આ નાતાલે સોનીલિવ તમારા માટે અત્યંત જરૂરી 2020ના વર્ષાંતની ઓફરિંગ તેની આગામી ઓરિજીનલ – સેન્ડવિચ્ડ ફોરએવર તમારા માટે લાવે છે, જે 25 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે, 15 એપિસોડની આ સિટકોમ શહેરમાં એક અત્યંત તરંગી પરિવાર પર આધારિત છે અને દ્વિઅર્થી સમીકરણો તેમને એક સાથે રાખે છે.
રોહન સિપ્પી દ્વારા દિગ્દર્શિત અને સ્ટુડીયો નેક્સ્ટ દ્વારા નિર્માણ કરાયેલ સેન્ડવિચ્ડ ફોરએવર એ એક પ્રકારનું સિટકોમ છે જે નવા જ પરણેલા સમીર અને નૈનાની આસપાસ ફરે છે. તેમની ‘ઘર’ માટેની શોધ તેમને એક એવા ફ્લેટમાં લઇ જાય છે જે નૈના માતાપિતાની નજીકમાં હોય છે જ્યારે સમીરના માતાપિતા પણ ટૂંક સમયમાં તેમના પડોશી બની જાય છે. ઘરને શણગારવાની વાતોથી લઇને ખાદ્ય ચીજોની પસંદગી સુધી સાસુ-સસરા ઘરના નિયમો બનાવવાનું શરૂ કરે છે તેમ, સમીર અને નૈનાના જીવન પણ ઉતાર ચડાવ આવવાનું શરૂ થઇ જાય છે. રમૂજ, કટાક્ષ અને જીવનની નજીકની અનરાધાર ક્ષણો સાથે આ શો દરેક આધુનિક ભારતીય પરિવારોને વ્યાખ્યાયિત કરવાની સાથે જટીલ છતા પ્રિય સંબંધ રજૂ કરે છે..
આહના કુમારા અને કુણાલ રોય કપૂરને મુખ્ય ભૂમિકામાં સમાવતો આ શો કપિલ શર્મા શો જેમના દ્વારા ચલાવવામાં આવે છે તેવા તેવા ભરત કુકરેતી દ્વારા લખવામાં આવ્યો છે. આ શોમાં આકર્ષક કાસ્ટ જેમ કે ઝાકીર હુસૈન, દિવ્યા શેઠ શાહ, અતુલ કુલકર્ણી અને લિબના સલીમનો અન્યો ઉપરાંત સમાવેસ થાય છે. તેથી હાસ્યના તોફાન માટે થઇ જાઓ તૈયાર અને 25 ડિસમ્બરથી ફક્ત સોનીલિવ પર સેન્ડવિચ્ડ ફોરએવર જુઓ.
ટિપ્પણીઓ:
આશિષ ગોલવલકર – સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના ડિજીટલ બિઝનેસ, કન્ટેન્ટ સેટના વડા
“અમે માનીએ છે કે ભારતીય મનોરંજન ક્ષેત્રે સંબધિત ‘સિટકોમ્સ’ની અત્યંત જરૂર છે, સેન્ડવિચ્ડ ફોરએવર કે રમૂજી પ્લોટ પર નોંધપાત્ર પર્ફોમન્સીસ સાથે રચાયેલ છે, તે સોની લિવનો આ જરૂરિયાતના અવકાશને પૂરવાનો એક પ્રયત્ન છે. સ્ટુડીયો નેક્સ્ટે તેનો અમલ કરવા માટે પ્રતિભાઓની મહાન ટૂકડીને કામે લગાવી છે. અમે ભરત કુકરેતીને લાવતા ખુશ છીએ અને તેમની ટીમે તે લખ્યો છે અને સર્જનાત્મક રીતે શોનું નિરીક્ષણ કરે છે. એક દિગ્દર્શક તરીકે રોહન સિપ્પી આ આકર્ષક કાસ્ટમાંથી એક મનોરંજન શોને સફળતાપૂર્વક બહાર લાવ્યા છે.”
ઇન્દ્રનીલ ચક્રવર્તી, સ્ટડીયો નેક્સ્ટના વડા
“સ્કેમ 1992: ધી હર્ષદ મહેતા સ્ટોરી ડેબ્યુ વેન્ચરની ભારે સફળતા બાદ, સ્ટુડીયો નેક્સ્ટે ઓટીટી 7ત્રે એક માપદંડ સ્થાપિત કર્યો છે અને તે સેન્ડવિચ્ડ ફોરએવર સાથે ટકી રહેશે તેવી આશા રાખીએ છે. તે એક હળવ રમૂજ ધરાવતો શો છે જે આધુનિક શોને એવા આધુનિક સમયના સંબંધ પર લઇ જાય છે જેને દર્શકો ચોક્કસપણ પ્રતિસાદ આપશે અને એક મુદ્દાસરની તહેવારનુ મનોરંજન બની રહેશે. “
રોહન સિપ્પી, દિગ્દર્શક, સેન્ડવિચ્ડ ફોરએવર
“કલા જીવનની પ્રતિકૃતિ છે તે સત્ય છે અને હું માનું છુ કે ભારતીય રહેવાસીઓની સંદેહ દૂર કરતી અને સંબધિત વાર્તાઓ કરતા વધુ કોઇ ચીજ પ્રેરણા આપતી નથી. સેન્ડવિચ્ડ ફોરએવર આવી જ એક પ્રકારની ભારતીય પરિવારનુ તરંગી ચિત્રણ છે જેઓ તેમના નવા સંબંધનો અર્થ સારવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મને તેજસ્વી, સર્વતોમુખી અભિનેતાઓ કે જેઓ શોને તેમના નિર્દોષ કોમિક ટાઇમીંગ અને પર્ફોમન્સીસ દ્વારા વધુ એક સ્તરે લઇ ગયા છે તેમની સાથે કામ કરતા હુ ખુશ છું. અમે આ કોમેડીની દર્શકો સુધી લાવવા માટે સોની લિવ અને સ્ટુડીયો નેક્સ્ટ સાથે સહયોગ સાધતા રોમાંચ અનુભવીએ છીએ.”
કુણાલ રોય કપૂર, અભિનેતા
“એક શૈલી તરીકે હુ સિટકોમ્સ તરફ ખેંચાયો છું તેથી મે જ્યારે સેન્ડવિચ ફોરએવરના વૃત્તાંતો સાંભળ્યા ત્યારે મંજૂરી આપતા મને વધુ સમય લાગ્યો ન હતો. ફક્ત સમીદ અનહદ રમૂદ ધરાવતો હતો અને પ્રિયપાત્રનું ચિત્રણ કરતો હતો એટલુ જ નહી પરંતુ જે રીતે સ્ટોરી જે પરિસ્થિતિમાં છે તેમાં દરેક ભારતીય દંપકતી પોતાની જાતને જોશે, જે તેની અગત્યની ચીજ છે. અમે શૂટીંગ દરમિયાન સારો સમય ગાળ્યો હતો અને મને આશા છે કે આ કેમિસ્ટ્રી સ્ક્રીન પર પમ દેખાશે. સોનીલિવ પર તેના પ્રિમીયરની રાહ જોઉ છું.”
આહના કુમરા, અભિનેત્રી
“સેન્ડવિચ્ડ ફોરએવર એભારતીય રહેવાસીની સારતત્તરૂપ સ્ટોરી છે જે આપણને દરેકન લાગેવળગે છે. આ શોમાં બે પરિવારો વચ્ચેના અનેક આનંદિત અને વિચિત્ર બનાવોનો સમાવેશ થાય છે, જેઓ લગ્ન દ્વારા બંધાઇ ગયા છે અને હવે તેમને એકબીજા સાથે એડજસ્ટ થવાની ફરજ પડી છે. મને નૈનાની ભૂમિકા કરવામાં સતત આનંદ આવ્યો છે અને આ પ્રકારના પ્રતિભાશાળી અભિનેતાઓ સાથે આ શ્રેણીઓનું તોફાની ફિલ્માંકનથી ઓછુ ન હતુ. આ શોને દર્શકોને પ્રતિભાવ મળે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરી શકતી નથી.”